Home Religion Chaitra Navratri 2026 Ghatasthapana Religion Hindu Navratri 9 Days Color Hindu

Chaitra Navratri 2026; આ વખતે ક્યારથી થશે શરૂ ચૈત્ર નવરાત્રિ? : નવદુર્ગાના કયા સ્વરૂપને ગમે છે કયો રંગ? જાણો ઘટસ્થાપના અને 9 દિવસના શુભ રંગનું મહત્ત્વ

Chaitra Navratri 2026; આ વખતે ક્યારથી થશે શરૂ ચૈત્ર નવરાત્રિ?
Published by: OBS Bureau
| Last Updated: Mar 16, 2026, 09:51 AM IST

Chaitra Navratri 2026: હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં શક્તિની ઉપસનાનું વિશેષ મહાત્મય દર્શાવાયું છે. એમાંય નવરાત્રિમાં નવ દિવસ નવદુર્ગાની આરાધના કરીને શક્તિની સાચી આરાધના કરવાની હોય છે. હિન્દુ ધર્મમાં કુલ ચાર પ્રકારની નવરાત્રિ હોય છે. ચૈત્ર, અષાઢ, અશ્વિન (શારદીય) અને માઘ આ ચાર પ્રકારની નવરાત્રિ વર્ષ દરમિયાન ઉજવાય છે. જેમાં ચૈત્રિ નવરાત્રિનું સૌથી વિશેષ મહત્ત્વ છે. કારણકે, ચૈત્રિ નવરાત્રિને હિન્દુ ધર્મની સૌથી મોટી નવરાત્રિ માનવામાં આવે છે. ચૈત્રિ નવરાત્રિ હિંદુ ધર્મમાં ખૂબ પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે.

ધાર્મિક અને જ્યોતિષ માન્યતા મુજબ આ સમય શક્તિ, ભક્તિ અને આધ્યાત્મિક શુદ્ધિનો સમય છે. હિંદુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસોમાં ઉપવાસ રાખે છે, જાપ-પાઠ અને પૂજા કરે છે. માનવામાં આવે છે કે ચૈત્રિ નવરાત્રિ દરમિયાન સાચી શ્રદ્ધાથી માતા દુર્ગાની આરાધના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ ચૈત્ર મહિનાથી હિંદુ નવવર્ષની શરૂઆત પણ માનવામાં આવતી હોવાથી આ તહેવાર નવી શરૂઆત અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક છે.

વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ઉજવવામાં આવશે. આ નવ દિવસોમાં મા અંબાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને અંતે દુર્ગા નવમીના દિવસે વિશેષ પૂજા, હવન અને કન્યાપૂજન કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિ 2026 ઘટસ્થાપના તારીખ અને મુહૂર્ત:

ચૈત્ર નવરાત્રિનો આરંભ ઘટસ્થાપના (કલશ સ્થાપના) થી થાય છે. આ વિધિ દેવી શક્તિનું આવાહન માનવામાં આવે છે. આ વખતે 19 માર્ચ 2026, ગુરુવારના રોજ ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થશે. જેમાં સવારે 06:52 થી 07:43 સુધી ઘટસ્થાપના મુહૂર્ત કરવામાં આવશે. જ્યારે બપોરે 12:05 થી 12:53 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. જ્યોતિષ મુજબ આ સમયમાં કલશ સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શુભ શક્તિનો પ્રવેશ થાય છે.

માતાજીના કયા સ્વરૂપને ગમે છે કયો રંગ?

ચૈત્રિ નવરાત્રિના દરેક દિવસે દેવીના અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ સાથે એક ખાસ શુભ રંગ પણ જોડાયેલો હોય છે.

નવરાત્રિનો પહેલો દિવસઃ 19 માર્ચ 2026, ગુરુવાર

દેવી: શૈલપુત્રી

શુભ રંગ: પીળો

આ દિવસ શક્તિ અને સ્થિરતાનું પ્રતિક માનવામાં આવે છે.

નવરાત્રિનો બીજો દિવસઃ 20 માર્ચ 2026, શુક્રવાર

દેવી: બ્રહ્મચારિણી

શુભ રંગ: લીલો

આ દિવસ તપ, સંયમ અને ભક્તિનું પ્રતિક છે.

નવરાત્રિનો ત્રીજો દિવસઃ 21 માર્ચ 2026, શનિવાર

દેવી: ચંદ્રઘંટા

શુભ રંગ: રાખોડી

દેવી ચંદ્રઘંટાની આરાધનાથી ભય અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

નવરાત્રિનો ચોથો દિવસઃ 22 માર્ચ 2026, રવિવાર

દેવી: કુષ્માંડા

શુભ રંગ: નારંગી

આ દેવીને સૃષ્ટિ સર્જન કરનાર માનવામાં આવે છે.

નવરાત્રિનો પાંચમો દિવસઃ 23 માર્ચ 2026, સોમવાર

દેવી: સ્કંદમાતા

શુભ રંગ: સફેદ

માતા સ્કંદમાતાની પૂજા શાંતિ અને માતૃત્વનું પ્રતિક છે.

નવરાત્રિનો છઠ્ઠો દિવસઃ 24 માર્ચ 2026, મંગળવાર

દેવી: કાત્યાયની

શુભ રંગ: લાલ

લાલ રંગ શક્તિ, સાહસ અને ઉર્જાનું પ્રતિક છે.

નવરાત્રિનો સાતમો દિવસઃ 25 માર્ચ 2026, બુધવાર

દેવી: કાલરાત્રી

શુભ રંગ: રોયલ બ્લુ

દેવી કાલરાત્રી દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર માનવામાં આવે છે.

નવરાત્રિનો આઠમો દિવસઃ 26 માર્ચ 2026, ગુરુવાર

દેવી: મહાગૌરી

શુભ રંગ: ગુલાબી

આ દિવસે ભક્તો અષ્ટમી પૂજા અને કન્યાપૂજન કરે છે.

નવરાત્રિનો નવમો દિવસઃ 27 માર્ચ 2026, શુક્રવાર

દેવી: સિદ્ધિદાત્રી

શુભ રંગ: જાંબલી

આ દિવસ દુર્ગા નવમી તરીકે ઉજવવામાં આવે છે અને દેવી પાસેથી સિદ્ધિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની માન્યતા છે.

શું છે ચૈત્ર નવરાત્રિનું ધાર્મિક મહત્વઃ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્ર માસથી હિંદુ નવવર્ષની શરૂઆત માનવામાં આવે છે. તેથી આ નવ દિવસ આધ્યાત્મિક શુદ્ધિ અને નવી શરૂઆત માટે અત્યંત શુભ ગણાય છે. ભક્તો ઉપવાસ રાખે છે, દેવી દુર્ગાની પૂજા કરે છે અને નવ દિવસ સુધી મંદિર તથા ઘરમાં ભજન-કીર્તન કરે છે. એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન સાચી ભક્તિથી કરેલી પૂજા જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતા લાવે છે. આ સમય આત્મશક્તિ અને સકારાત્મક ઊર્જાને વધારવાનો પણ ઉત્તમ અવસર માનવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિ 2026 માં 19 માર્ચથી 27 માર્ચ સુધી ઉજવાશે. ઘટસ્થાપનાથી શરૂ થતી આ નવ દિવસની ઉજવણીમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને દરેક દિવસ સાથે એક ખાસ શુભ રંગ જોડાયેલો છે. ભક્તો માટે આ સમય ભક્તિ, શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિનો મહત્વપૂર્ણ તહેવાર છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અઢી વર્ષ પછી કર્મફળદાતા શનિ બદલશે માર્ગ: આ 3 રાશિવાળાને મળશે છપ્પરફાડ ધનલાભ! અચાનક જીવનમાં આવશે વિસ્ફોટક ટ્વિસ્ટ!

અઢી વર્ષ પછી કર્મફળદાતા શનિ બદલશે માર્ગ

18 માર્ચથી સૂર્યનું વિસ્ફોટક ગોચર!: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે પાવરફુલ ટ્વિસ્ટ! વરસશે ધન, સુખ, સફતાનો અદ્ભૂત વરસાદ!

18 માર્ચથી સૂર્યનું વિસ્ફોટક ગોચર!

Numerologyમાં 0થી 9 અંકોનો ગ્રહો સાથે શું છે સંબંધ?: જાણો આ અંકોની ઉત્પત્તિ પાછળનું રહસ્ય

Numerologyમાં 0થી 9 અંકોનો ગ્રહો સાથે શું છે સંબંધ?

16 માર્ચે બની રહ્યો છે પાવરફુલ 'ચતુર્ગ્રહી યોગ': આ 3 રાશિવાળા પર ધડાધડ વરસશે નોટો! એટલા પૈસા આવશે કે નહીં રહે રાખવાની જગ્યા!

16 માર્ચે બની રહ્યો છે પાવરફુલ 'ચતુર્ગ્રહી યોગ'

ધનના દેવતા શુક્ર કરશે મેષમાં પ્રવેશ: આ 5 રાશિવાળાના ઘરે થશે સોનાના ઢગલા! વરસશે સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનો અપાર વરસાદ

ધનના દેવતા શુક્ર કરશે મેષમાં પ્રવેશ

દીવામાં લાંબી વાટ કે ગોળ વાટ?: કઈ વાટથી મળે છે ધન-સમૃદ્ધિ અને શાંતિ? જાણો વાસ્તુના વિશેષ નિયમો

દીવામાં લાંબી વાટ કે ગોળ વાટ?

16 માર્ચથી બનશે જબરદસ્ત 'મહાલક્ષ્મી રાજયોગ': આ 3 રાશિવાળા પર વરસશે ધોધમાર પૈસા! શરુ થશે ધન-સમૃદ્ધિનો સુવર્ણકાળ!

16 માર્ચથી બનશે જબરદસ્ત 'મહાલક્ષ્મી રાજયોગ'

18 માર્ચથી બનશે શુક્ર-ગુરુનો પાવરફુલ રાજયોગ!: આ 4 રાશિવાળા માટે ખુલી જશે ધનની લોટરી! થશે પૈસા, પ્રેમ અને પ્રગતિનો ડબલ ધમાકો!

18 માર્ચથી બનશે શુક્ર-ગુરુનો પાવરફુલ રાજયોગ!

શનિનું રત્ન નીલમ ધારણ કરતા પહેલા સાવધાન: જાણો આ શક્તિશાળી રત્ન પહેરવાના નિયમો, વિધિ અને તેનાથી થતા ચમત્કારિક ફાયદા

શનિનું રત્ન નીલમ ધારણ કરતા પહેલા સાવધાન

વૈદિક જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન: દાગીના ખરીદવા અને ધારણ કરવા માટે કયો સમય ગણાય છે સર્વોત્તમ? જાણો શુભ નક્ષત્રોનું મહત્વ

વૈદિક જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન

જ્યોતિષશાસ્ત્ર અને પૌરાણિક માન્યતા: શનિદેવની પૂજામાં સરસવનું તેલ અને લોખંડ અર્પણ કરવા પાછળનું શું છે રહસ્ય?

જ્યોતિષશાસ્ત્ર અને પૌરાણિક માન્યતા

જ્યોતિષશાસ્ત્રમાં શનિની મહત્તા: કુંડળીના આ 3 ભાવમાં શનિ હશે બળવાન તો મળશે સત્તા અને નેતૃત્વની શક્તિ

જ્યોતિષશાસ્ત્રમાં શનિની મહત્તા

ચાણક્ય નીતિ: જીવનમાં સુખ અને સફળતા મેળવવી હોય તો આ પ્રકારના લોકોથી તરત જ બનાવી લો દૂરી, નહીંતર પસ્તાવાનો વારો આવશે

ચાણક્ય નીતિ

કરિયરમાં નવી તકો, નોકરીમાં પ્રમોશન અને અપાર ધનના બની રહ્યા છે યોગ: પાપમોચની એકાદશી પર કઈ રાશિઓને ખુલશે બંધ કિસ્મતના તાળા!

કરિયરમાં નવી તકો, નોકરીમાં પ્રમોશન અને અપાર ધનના બની રહ્યા છે યોગ

દ્વિદ્વાદશ યોગથી ખુલશે નસીબના દ્વાર!: આ 3 રાશિવાળા પર વરસશે છપ્પરફાડ ધન! લાગશે જમીન-ઘર-કાર-બંગલાનો બમ્પર જેકપોટ!

દ્વિદ્વાદશ યોગથી ખુલશે નસીબના દ્વાર!

15 માર્ચથી શરૂ થશે ખરમાસનો અશુભ કાળ: આ ત્રણ રાશિવાળાના સપના થશે રાખ! આવશે તણાવ, ખર્ચ અને મુશ્કેલીઓનું ભયાનક તોફાન

15 માર્ચથી શરૂ થશે ખરમાસનો અશુભ કાળ

18 માર્ચથી આ 6 રાશિઓ બનશે સુપર લકી!: બુધ ઉદયથી ખુલશે ધનનો ભંડાર! ખાતામાં આવશે ધડાધડ પૈસા!

18 માર્ચથી આ 6 રાશિઓ બનશે સુપર લકી!

પૂજા-પાઠ જ નહીં, પરંતુ તમારા આચરણ અને વ્યવહારથી પણ ગ્રહો થશે શાંત: જાણો કયા સંબંધથી કયો ગ્રહ મજબૂત થાય

પૂજા-પાઠ જ નહીં, પરંતુ તમારા આચરણ અને વ્યવહારથી પણ ગ્રહો થશે શાંત

સફળતાનું શિખર સર કરવા માટે નારી શક્તિનો સાથ અનિવાર્ય: જાણો શું કહે છે શાસ્ત્રો

સફળતાનું શિખર સર કરવા માટે નારી શક્તિનો સાથ અનિવાર્ય