Home Education/Career Carrer Jobs Vaccancy In Rrb Railway Bharati Board 2025

રેલવે વિભાગમાં કામ કરવાની તક ના ચૂકતા : જાણી લો શું છે ભરતીની પ્રક્રિયા અને તેના નિયમો

રેલવે વિભાગમાં કામ કરવાની તક ના ચૂકતા
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2025, 05:43 PM IST

ભારતીય રેલેવેમાં ગ્રુપ ડીની ભરતીની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી, આખરે નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યુ છે. ગ્રુપ ડી માટે 32 હજારથી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

રેલવેમાં RRBવિભાગની ભરતીની રાહ જોતા ઉમેદવારોની ઈંતેજારીનો અંત આવ્યો છે.  RRBએટલે કે રેલવે ભરતી બોર્ડે ગ્રુપ ડીમાં લેવલ-1ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. રેલવે વિભાગે 32,438 જગ્યાઓ પર ભરતી કરવાનું છે. ઉમેદવારો rrbapply.gov.inપર જઈને ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. રેલવે ભરતી બોર્ડ ગ્રુપ ડીની આ ભરતી માટે 23 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ગ્રુપ ડી લેવલ-1 અંતર્ગત ઉમેદવારો પોઈન્ટ્સમેન, આસિસ્ટન્ટ ટ્રેક મશીન, આસિસ્ટન્ટ બ્રિજ, ટ્રેક મેઈન્ટેઈનર અને આસિસ્ટન્ટ લૉકો શેડ જેવી જગ્યાઓ માટે ફોર્મ ભરી શકે છે.

ભરતી માટેની પ્રક્રિયા

RRBગ્રુપ ડીની ભરતી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ એટલે કે ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે.  તે બાદ શારીરિક કસોટી, ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને તબીબી તપાસની પ્રક્રિયા પણ અનુસરવામાં આવશે.

ભરતી માટેની વયમર્યાદા

18થી 36 વર્ષના વયજૂથ વચ્ચે આવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. આરક્ષણનો લાભ લેતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ મળી શકે છે. ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષ તો એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષની વયમર્યાદામાં છૂટ મળશે.

 

ઉમેદવારો માટેની લાયકાત

આ ભરતી માટે ઉમેદવારો ધોરણ 10 પાસ હોવા જોઈએ, અને તેમની પાસે ITIનું સર્ટીફિકેટ હોવું જરૂરી છે. તમે નોટિફિકેશનમાં વધારે જાણકારી મેળવી શકો છો.

ઉમેદવારી માટેની ફી

જનરલ- રૂ.500

દિવ્યાંગ- રૂ.250

ટ્રાન્સજેન્ડર- રૂ.250

એક્સ સર્વિસમેન- રૂ.250

ST/SC- રૂ.250

EWS- રૂ.250

ઓબીસી- રૂ.250

 

પરીક્ષા બાદ પરત મળશે ઉમેદવારી ફી

આ પરીક્ષામાં ઉમેદવારી ફી પરત આપવાની પણ જોગવાઈ છે. જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ રૂ.500 ભર્યા હોય તો તેમની ફીમાંથી રૂ.100 પ્રોસેસિંગ ચાર્જના કાપીને રૂ.400 પરત કરવામાં આવશે. અન્ય કેટેગરીમાં આવતા ઉમેદવારોને સંપૂર્ણ ફી પરત આપવામાં આવશે

ઉમેદવારી માટેની લિંક અને નોટિફિકેશન

railway bharti board

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now