Home Education/Career Carrer Jobs India Post Gds Recruitment 2025 Job For 10 Passed

GOVERNMENT JOB : 21 હજાર સ્થાનો પર ભરતી, ના કોઈ પરીક્ષા ના કોઈ ઈન્ટરવ્યૂ!

GOVERNMENT JOB
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2025, 03:26 PM IST

India POST GDS Recruitment 2025

જો તમે સરકારી નોકરીની શોધમાં છો, તો તમારા માટે આ સુવર્ણ તક છે. કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યુ વગર તમે સરકારી નોકરી મેળવી શકો છો. મહત્વની વાત એ છે કે અહીં માત્ર થોડીક જગ્યાઓ નહીં, પરંતુ 21,000થી વધુ ભરતી થવાની છે. જો કે, યાદ રાખો કે આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ છે, અને 10 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે.


ક્યા ખાલી જગ્યાઓ પડી?

ભારતીય પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) ની કુલ 21,413 પદો માટે ભરતી જાહેર કરી છે. અહીં કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નથી, પરંતુ પસંદગી મેરિટના આધારે થશે. આ ભરતી 10 પાસ ઉમેદવારો માટે છે.

વધારે માહિતી  indiapostgdsonline.gov.in પર જઈને ચેક કરી શકાય છે અને અરજી પણ ઑનલાઇન કરી શકાય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ છે, તેથી સમય ના વેડફીને તુંરત અરજી કરો.


અરજી ફી:

  • જનરલ અને ઓબીસી ઉમેદવારો માટેરૂ. 100 ફી
  • એસસી, એસટી, પીડબ્લ્યુડી, અને મહિલા ઉમેદવારો માટેકોઈ ફી નથી.
  • વય મર્યાદા
  • ન્યૂનતમ ઉંમર18 વર્ષઅને મહત્તમ 40 વર્ષ છે.
  • અનામત વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
  • કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ?
  • ઉત્તર પ્રદેશ - 3004 પદો
  • મધ્ય પ્રદેશ - 1314 પદો
  • બિહાર - 783 પદો
  • છત્તીસગઢ - 638 પદો
  • આ સિવાય અન્ય રાજ્યોમાં પણ ભરતી છે

પગાર ધોરણ

બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)રૂ.12,000 – રૂ. 29,380

સહાયક બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવકરૂ. 10,000 – રૂ. 24,470

સાથે DA અને દર વર્ષે 3% ઇન્ક્રિમેન્ટ પણ મળશે.


અરજી અહીં કરો


indiapostgdsonline.gov.in


આ ભરતી એક શાનદાર તક છે, ખાસ કરીને 10મા પાસ ઉમેદવારો માટે. જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ મોકો ન ગુમાવશો. 3 માર્ચ પહેલા અરજી કરવાનું ભૂલશો નહીં!

 

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now