Home Education/Career Carrer Education Pariksha Pe Charcha 2025 Deepika Sadguru Will Give Tips To Students

PARIKSHA PE CHARCHA 2025 : આ વખતેની પરીક્ષા પે ચર્ચા અલગ હશે, વિશેષ લોકો પણ આપશે વિદ્યાર્થીઓને ટીપ્સ

PARIKSHA PE CHARCHA 2025
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 06:44 PM IST

પરીક્ષા પે ચર્ચા 2025ની તારીખ આવી ગઈ છે, PM મોદી 8મી વખત પરીક્ષા પે ચર્ચા કરશે. 10 ફેબ્રુઆરી, 2025એ ભારત મંડપમ, નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ સદગુરુ, દીપિકા પાદુકોણ, મેરીકૌમ અને અવની લેખરા જેવી ખ્યાતનામ હસ્તિઓ પણ આ કાર્યક્રમમાં જોડાવાની છે. આ વર્ષ માટે 3 કરોડથી વધુ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતેની પરીક્ષા પે ચર્ચા ખાસ રહેવાની છે, આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા હોય છે. આ વખતે કાર્યક્રમમાં સદગુરુ, દીપિકા પાદુકોણ, મેરીકોમ, અવની લેખરાના રેકોર્ડેડ વીડિયો ચલાવવામાં આવશે.

વીડિયોમાં આપશે ખાસ મેસેજ

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ સદ્દગુરુ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને માઈન્ડ રિલેકસેશન મુદ્દે ટિપ્સ આપી છે. દીપિકા પાદુકોણે મેન્ટલ હેલ્થ પર વીડિયો શેર કરશે.  આ સિવાય મેરી કૌમ અને અવની લેખરાએ પોતાના જીવનના અનુભવો શેર કર્યા છે.

 

3 કરોડથી વધુ રજીસ્ટ્રેશન

આ વર્ષે પરીક્ષા પે ચર્ચાના રજીસ્ટ્રેશને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્ર સરકારે આ આંકડા જાહેર કર્યા છે. PPC 2025અંતર્ગત 3.6 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 3.3 કરોડ વિદ્યાર્થીઓ, 2.7 લાખ શિક્ષકો અને 5.5 લાખ વાલીઓ જોડાવાના છે. આ વખતે સિલેકટ કરાયેલા 2,500 વિદ્યાર્થીઓને ભારત મંડપમમાં લાઈવ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવ્યા છે.  આમાંથી જે ટોપ-10 લિજેન્ડરી વોરિયર્સ સાબિત થશે તેમને પ્રધાનમંત્રી આવાસમાં જવાની તક પણ મળશે.

 

કેમ થાય છે પરીક્ષા પે ચર્ચા?

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં તણાવ ઓછો કરવાનો છે. PMમોદીની ખાસ ટિપ્સ થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે, માતા-પિતા અને વાલીઓને પણ માર્ગદર્શન મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું પ્રેશર ઓછું કરવાના પ્રયત્ન કરે છે. બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એની પણ તેઓ ટીપ્સ આપતા હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now