Home Education/Career Carrer E Shram Portal How To Register For E Shram Portal

E SHRAM YOJNA : ઘણા કામની છે ઈ શ્રમ યોજના, જાણી લો કઈ રીતે કરી શકાય અરજી?

E SHRAM YOJNA
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2025, 07:15 PM IST

અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2021માં ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું હતું. શ્રમ અને રોજગાર વિભાગે આ પોર્ટલ લોન્ચ કર્યુ હતું. આ પોર્ટલ લોન્ચ કરવાનો ઉદ્દેશ જુદી જુદી સામાજિક સુરક્ષા યોજનાઓને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો છે. આ યોજના એ લોકો માટે છે જેઓ EPFO અને ESICના સભ્યો નથી. જે ઈ-શ્રમ કાર્ડ મેળવે છે તેમને જુદી જુદી યોજનાઓમાં લાભ મળે છે.


ઈ શ્રમ પોર્ટલ એક એવું પ્લેટફોર્મ છે જેને શ્રમ મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ નંબર, આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર અને બેન્ક ખાતાની ડિટેઈલ હોવી જરૂરી છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા જે 18થી 59 વર્ષની વયમર્યાદામાં આવતા હોય તે લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે શ્રમિકો રજીસ્ટ્રેશન કરાવે છે તેમને PM SURAKSHA VIMA YOGNA અંતર્ગત 2 લાખ રૂપિયાનો આકસ્મિક વીમો મળે છે. બીજા વર્ષથી આ વીમા યોજના અંતર્ગત વાર્ષિક રૂ.12 પ્રિમિયમ અંતર્ગત ચૂકવવા પડે છે. આ પોર્ટલમાં જે રજીસ્ટ્રેશન કરાવે તેને UANનંબર મળે છે, જે 12 આંકડાઓનો હોય છે. ઈ શ્રમિક પોર્ટલમાં મોબાઈલ નંબર, ટેલિફોન, એડ્રેસ, કામ, શૈક્ષણિક લાયકાતની જાણકારી ઉમેરી શકાય છે.

જો તમારે E-SHRAMયોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માગો છો તો register.eshram.gov.in પર રજીસ્ટ્રેશન કરવું પડશે. જે લોકોએ e-shramયોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને અન્ય યોજનાઓ માટે અલગથી ફોર્મ નહીં ભરવા પડે. ઈ શ્રમ યોજના પોર્ટલમાં રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે ફ્રી હોય છે. ફક્ત અસંગઠિત ક્ષેત્રના લોકો જ ઈ શ્રમ પોર્ટલ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now