Home Education/Career Bumper Recruitment In Supreme Court Age 30 Years And Salary 72 Thousand Know Who Can Apply

સરકારી નોકરીનો સોનેરી મોકો! : સુપ્રીમ કોર્ટમાં નીકળી બંપર ભરતી! ઉંમર 30 વર્ષ અને પગાર 72 હજાર, જાણો કોણ કરી શકે છે અરજી

સરકારી નોકરીનો સોનેરી મોકો!
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 02:30 PM IST
  • SCI Recruitment 2025: ભારતની સર્વોચ્ચ ન્યાયાલયે જૂનિયર કોર્ટ આસિસ્ટન્ટના પદ માટે લેખિત પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર કરી દીધું છે. ન્યાયલય દ્વારા કુલ 241 વેકેન્સી માટે નોટિફાઈ કરવામાં આવી છે. ઉમેદવાર 05 ફેબ્રુઆરીથી 08 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની લિંક પણ નીચે આપવામાં આવી છે.

    અરજદારોને ઓનલાઈન લેખિત પરીક્ષા અને ઓનલાઈન કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જે ઉમેદવારો ઓબ્જેક્ટિવ ટાઈપ લેખિત કસોટી અને ઓબ્જેક્ટિવ ટાઈપ કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટમાં લાયક ઠરે છે તેઓને માત્ર કોમ્પ્યુટર પર ટાઈપિંગ સ્પીડ ટેસ્ટ અને સબ્જેક્ટિવ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને જે ઉમેદવારો ઉપરોક્ત કસોટીમાં લાયક ઠરે છે તેઓએ ઈન્ટરવ્યુ બોર્ડ સમક્ષ ઈન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે અને લઘુત્તમ માર્કસ મેળવીને ઈન્ટરવ્યુ પાસ કરવાનો રહેશે.

    એસસીઆઈ જેસીએ જરૂરી યોગ્યતાઓ:
    કઈ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશનની ડિગી
    કોમ્પ્યુટર પર અંગ્રેજી ટાઈપિંગમાં ઓછામાં ઓછી સ્પીડ 35 શબ્દ પ્રતિ મિનિટ
    કોમ્પ્યુટર ઓપરેટ કરવાનું નોલેજ

    આયુ સીમા
    અભ્યર્થિયોની ઉંમર 08.03.2025 સુધી 18 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.

    એસસીઆઈ જેસીએ સેલેરી 2025
    ગ્રૂપ 'બી' નોન-ગેઝેટેડને વેતન મેટ્રિક્સના લેવલ 6 માં મૂકવામાં આવ્યું છે, જેનો પ્રારંભિક મૂળભૂત પગાર રૂ. 35,400 પ્રતિ માસ છે. HRA સહિત ભથ્થાઓના વર્તમાન દર મુજબ અંદાજિત કુલ પગાર રૂ. 72,040/- પ્રતિ માસ છે (પૂર્વ સુધારેલ પગાર ધોરણ PB-2, ગ્રેડ પે રૂ. 4200/-).

    એસસીઆઈ જેસીએ પસંદગી પ્રકિયા 2025: પસંદગી નીચેના આધારે કરવામાં આવશે

    ઓબ્જેક્ટિવ ટાઈપ લેખિત પરીક્ષા
    કોમ્પ્યુટર પર ટાઈપિંગ સ્પીડ ટેસ્ટ
    ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ
    ઈન્ટરવ્યૂ

    એસસીઆઈ જેસીએ અરજી ફી;
    સામાન્ય, ઓબીસી ઉમેદવાર0 1000 રૂપિયા
    અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ભૂતપૂર્વ સૈનિક, દિવ્યાંગ, સ્વતંત્રતા સેનાની ઉમેદવારો માટે બેંક ચાર્જિસ સહિત 250 રૂપિયા મહિનો...
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now