Home Religion Bijnor Miracle Dog Circumambulating Hanuman Idol 2026

બિજનૌરનો અનોખો વીડિયો : 72 કલાકથી શ્વાન હનુમાનજીની મૂર્તિની કરી રહ્યો છે પરિક્રમા, શ્રદ્ધાળુઓ ઉમટ્યા

બિજનૌરનો અનોખો વીડિયો
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 02:30 AM IST

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના એક ગામમાં શ્રદ્ધા અને આશ્ચર્યનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. રવિવાર 11 જાન્યુઆરી 2026 થી એક શ્વાન સતત હનુમાનજીની પ્રતિમાની આસપાસ ચક્કર લગાવી રહ્યો છે. આ અસાધારણ ઘટનાનો Video હાલ Social Media પર વાયરલ થતા લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ દ્રશ્ય નિહાળવા માટે મંદિરના પટાંગણમાં ગ્રામજનોની ભારે ભીડ એકઠી થઈ રહી છે અને લોકો આ ઘટનાને પોતાની આંખે જોઈને કેમેરામાં કેદ કરી રહ્યા છે.

અન્ન અને જળનો ત્યાગ કરીને અવિરત ભક્તિ

બિજનૌરના નગીના તહેસીલ સ્થિત એક પ્રાચીન હનુમાન મંદિરમાં આ ઘટના બની છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ શ્વાન છેલ્લા 72 કલાકથી વધુ સમયથી મૂર્તિની પરિક્રમા કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા લાંબા સમયની પરિક્રમા દરમિયાન આ શ્વાને કશું જ ખાધું કે પીધું નથી. ગ્રામજનો આ ઘટનાને દૈવી ચમત્કાર માની રહ્યા છે અને ઘણા લોકો તેને ભૈરવ બાબાનો અવતાર માનીને પૂજા કરી રહ્યા છે.

માત્ર હનુમાનજી જ નહીં પરંતુ તમામ દેવી દેવતાઓની પ્રદક્ષિણા

વાયરલ થયેલા Video માં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ શ્વાન એકધારો મૂર્તિની આસપાસ ફરી રહ્યો છે. લોકોએ જણાવ્યું કે તે ક્યારેક થોડો સમય વિરામ લે છે પરંતુ પછી ફરીથી પરિક્રમા શરૂ કરી દે છે. આ શ્વાન માત્ર હનુમાનજીની મૂર્તિ જ નહીં પરંતુ મંદિરમાં બિરાજમાન અન્ય તમામ દેવી દેવતાઓની પ્રતિમાઓની પણ પ્રદક્ષિણા કરી રહ્યો છે. અત્યંત ઠંડીના કારણે સ્થાનિકોએ આ શ્વાનને બચાવવા માટે મંદિરના ભાગને પ્લાસ્ટિકના પિલીથીનથી ઢાંકી દીધો છે જેથી તે ઠંડી સામે રક્ષણ મેળવી શકે.

તબીબોની તપાસમાં શારીરિક સ્થિતિ સામાન્ય

આ અજીબોગરીબ વ્યવહારને જોતા પશુ ચિકિત્સકોની એક ટીમે પણ સ્થળની મુલાકાત લીધી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ આ શ્વાનની માનસિક અને શારીરિક સ્થિતિ બિલકુલ સામાન્ય જણાય છે. તબીબી તપાસ બાદ પણ શ્વાનના આ વર્તન પાછળનું કોઈ ચોક્કસ કારણ મળી શક્યું નથી જેને પગલે લોકોની આસ્થા વધુ મજબૂત બની છે. ભલે વિજ્ઞાન આને સામાન્ય ગણાવતું હોય પરંતુ શ્રદ્ધાળુઓ માટે આ એક પરમ શક્તિનો ચમત્કાર છે જે જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી રહ્યા છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now