Home International Bangladesh Gets New Government Tarique Rahman Takes Oath As Prime Minister

બાંગ્લાદેશને મળી નવી સરકાર : BNP નેતા તારિક રહેમાને PM પદના લીધા શપથ

બાંગ્લાદેશને મળી નવી સરકાર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 06:53 AM IST

બાંગ્લાદેશને પોતાની નવી સરકાર મળી ગઈ છે. તારિક રહેમાને આજે પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ લાંબા સમયથી પોતાના નેતાની ખામી અનુભવી રહ્યો હતો કારણ કે અહીંથી વર્ષ 2024 માં શેખ હસીનાની સરકાર પડી ભાંગી હતી અને આ દરમિયાન ખૂબ હિંસા પણ થઈ હતી. ત્યાર બાદ મોહમ્મદ યુનુસે કાર્યકારી નેતા તરીકે દેશની કમાન સાંભળી હતી. પરંતુ તેઓ બાંગ્લાદેશના "મુખ્ય સલાહકાર" ના રૂપે દેશનું નેતૃત્વ કરી રહ્યા હતા.

સોમવારે કાર્યકારી નેતા મોહમ્મદ યુનુસે આપ્યું હતું રાજીનામું

સોમવારે કાર્યકારી નેતા મોહમ્મદ યુનુસે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને સત્તાની ચાવી નવી ચૂંટાયેલી સરકારને સોંપી દીધી હતી. જોકે, સોમવારે પદ છોડતા સમયે યુનુસે કહ્યું હતું કે, "આજે કાર્યકારી સરકાર પદ છોડી રહી છે. પરંતુ લોકતંત્ર, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મૌલીક અધિકારોની જે પ્રક્રિયા શરૂ થઈ છે, તેને રોકવામાં ન આવે."

BNP એ ચુંટણીમાં મેળવી શાનદાર જીત

જોકે બાંગ્લાદેશમાં ચુંટણી થઈ હતી, જેમાં બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટી (BNP) અને તેના નેતા તારિક રહેમાને શાનદાર જીત મેળવી હતી. BNP એ 297 માંથી 209 સીટો પર જીત મેળવી અને દેશમાં પોતાની સરકાર બનાવવાનો રસ્તો બનાવ્યો હતો. ત્યારે દક્ષિણપંથી જમાત-એ-ઇસ્લામીએ 13 મી સંસદીય ચુંટણીમાં 68 સીટો જીતી હતી. હાંકી કાઢવામાં આવેલા વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now