Baba Vanga Predictions For 2025: આવનારા વર્ષોમાં ભવિષ્યમાં વિશ્વમાં શું થવાનું છે? આ અંગેની ભવિષ્યવાણીઓ કરવામાં આવતી રહે છે અને ભવિષ્યમાં પણ થતી રહેશે. કેટલાક લોકોની ભવિષ્યવાહીઓ સાચી સાબિત થાય છે. આવી જ ભવિષ્યવાણી કરનાર પ્રખ્યાત બુલ્ગારિયા (બાલ્કન)ના બાબા વેંગાએ વર્ષ 2025ને લઈ ભવિષ્યવાણી કરી છે.
આ પહેલા તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) પર થયેલ આતંકવાદી હુમલો અને અમેરિકાની શાન બન્ને ટ્વીન ટાવર ધરાશાયી થયા હતા. વિશ્વના સૌથી મોટા દેશોમાંના એક અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલાથી આખું વિશ્વ ચોંકી ગયું હતું.
જો કે, બાબા વેંગા હવે આપણી વચ્ચે નથી, તેમ છતાં તેમની ભવિષ્યવાણીઓ વિશ્વને ચોંકાવતી રહે છે. હવે વર્ષ 2025 માટે તેમણે કરેલી ભવિષ્યવાણી સામે આવી છે.ચાલો જાણીએ કે બાબા વેંગાએ વર્ષ 2025 માટે શું ભવિષ્યવાણી કરી છે?
વર્ષ 5079 સુધીની આગાહીઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબા વેંગાનું સાચું નામ વાંજેલિયા પાંડેવા ગુશ્તેરોવા છે. તે એક અંધ બલ્ગેરિયન જ્યોતિષી છે, જેને 'બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેનું અવસાન થયું હતું. તેમણે 12 વર્ષની ઉંમરે તેની આંખોની રોશની ગુમાવી દીધી, ત્યારબાદ ભગવાનના ચમત્કારથી તેને ભવિષ્ય જોવાની દ્રષ્ટિ મળી. આ પછી તેમણે કવિતાઓ દ્વારા વર્ષ 5079 માટે ભવિષ્યવાણી કરી.
વર્ષ 2025 માટે ભવિષ્યવાણી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે, વર્ષ 2025માં સીરિયા સાથેના યુદ્ધથી સમગ્ર વિશ્વમાં સંઘર્ષ થશે. સીરિયાના પતન પછી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે યુદ્ધ વધશે અને વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધ (વિશ્વ યુદ્ધ III 2025)ની અણી પર પહોંચી જશે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2025 ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે, યુરોપમાં થનારા યુદ્ધને કારણે માનવજાતનો વિનાશ શરૂ થશે. યુરોપિયન દેશોમાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે અને રાજકીય અસ્થિરતા જોવા મળશે. મનુષ્ય અવકાશની દુનિયામાં પૃથ્વીની બહાર અન્ય જાતિના લોકોનો સંપર્ક કરવામાં પણ સફળ થઈ શકે છે. વર્ષ 2025માં અનેક કુદરતી આફતો માનવ અને પૃથ્વીના વિનાશનું કારણ બનશે.
મેડિકલ અને ટેક્નોલોજીમાં ચમત્કારો થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે, વર્ષ 2025માં મેડિકલ એક્સપર્ટ્સ કેન્સર જેવી જીવલેણ બીમારીની રસી શોધવામાં સફળ થશે. ટેલિપેથીની દુનિયા પણ વિકસિત થશે, જેના દ્વારા માનવ મગજ એકબીજા સાથે સીધો સંવાદ કરી શકશે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.






