Home Religion Astrology Dharma Shardiya Navratri 2025 Ghatsthapana Muhurat

Shardiya Navratri 2025: આ શારદીય નવરાત્રી છે ખાસ : જાણો મુહૂર્તથી લઈ ઘટસ્થાપના તમામ માહિતી

Shardiya Navratri 2025: આ શારદીય નવરાત્રી છે ખાસ
Published by: OBS Bureau
Last Updated: Aug 24, 2025, 05:51 AM IST

શારદીય નવરાત્રી અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી ઉજવવામાં આવે છે. શરદ ઋતુમાં આગમનના કારણે જ આને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. આ વર્ષે શાર દીય નવરાત્રી 22 સપ્ટેમ્બરે શરૂ થઈને 2 ઓકટોબર સુધી રહેશે. આ 9 દિવસ માં દુર્ગાની ભક્તિ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દરમિયાન, કરેલી દેવીની સાધના તમામ દુખો અને પરેશાનીથી છુટકારો આપે છે. માન્યતા છે કે માતા સ્વયં ભક્તોના સંકટ હરવા માટે આ 9 દિવસો પૃથ્વી પર વાસ કરે છે.

22 સપ્ટેમ્બરે કળશ સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ 30 સપ્ટેમ્બરે મહાઅષ્ટમી, 1 ઓક્ટોબરે મહા નવમી અને 2 ઓક્ટોબરે દશેરા ઉજવવામાં આવશે. 2 ઓક્ટોબરે મા દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન થશે.

માતાની સવારી છે ખાસ

  • આ વર્ષે દેવી દુર્ગાનું વાહન હાથી છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન જ્યારે દેવી હાથી પર સવાર થઈને આવે છે, ત્યારે ભારે વરસાદની શક્યતા રહે છે. દેવીના આ વાહનનો સંદેશ એ છે કે આવનારા સમયમાં દેશને લાભ થઈ શકે છે. લોકોને સુખ અને સમૃદ્ધિ મળશે.

  • દેવી ભાગવતમાં લખેલું છે કે નવરાત્રિ શરૂ થાય તે દિવસના આધારે દેવીનું વાહન નક્કી થાય છે.

  • અઠવાડિયાના સાત દિવસ માટે દેવીના અલગ અલગ વાહનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જ્યારે સોમવાર કે રવિવારે નવરાત્રિ શરૂ થાય છે, ત્યારે દેવીનું વાહન હાથી હોય છે.

  • જો નવરાત્રિ શનિવાર કે મંગળવારે શરૂ થાય છે તો વાહન ઘોડો છે.

  • જો નવરાત્રિ ગુરુવાર કે શુક્રવારે શરૂ થાય છે, તો દેવી પાલખીમાં આવે છે. જ્યારે નવરાત્રિ બુધવારે શરૂ થાય છે, ત્યારે દેવીનું વાહન હોડી હોય છે.

શારદીય નવરાત્રી ઘટસ્થાપના મુહૂર્ત

નવરાત્રીની શરૂઆત ઘટસ્થાપનથી થાય છે. ઘટસ્થાપન માટેનો સૌથી શુભ સમય 22 સપ્ટેમ્બરના રોજ સવારે 06:09 થી 08:06 સુધીનો છે. ઘટસ્થાપન માટે અભિજીત મુહૂર્ત સવારે 11:49 થી બપોરે 12:38 સુધી છે.

નવરાત્રીમાં નવ રંગોનું મહત્વ

નવરાત્રીના સમયે દરરોજ એક રંગ નક્કી હોય છે, માન્યતા છે કે આ રંગોનો ઉપયોગ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

  • પ્રતિપદા -સફેદ

  • દ્વિતીયા- લાલ

  • તૃતીયા - ઘેરો વાદળી

  • ચતુર્થી - લીલો

  • પંચમી - ગ્રે

  • ષષ્ઠી - નારંગી

  • સપ્તમી - મોર જેવો લીલો

  • અષ્ટમી - ગુલાબી

  • નવમી - જાંબલી

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now