WWDC 2026 : એપલે તેની વાર્ષિક વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC) 2026 માં એપ ડેવલપર્સ અને પ્રકાશકો માટે શાનદાર નવા ટૂલ્સ રજૂ કર્યા છે. આ નવા ટૂલ્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ (SDK) નો એક ભાગ છે. કંપનીનો મુખ્ય હેતુ ડેવલપર્સને તેમની એપ્સ અને ગેમ્સનું વધુ સારી રીતે માર્કેટિંગ કરવા, એપ સ્ટોર પર તેની શોધ સરળ બનાવવા અને યુઝર્સ સાથે જોડાણ વધારવામાં મદદ કરવાનો છે. આ સાથે જ એપલે તેના એપ રિવ્યૂ પ્રોસેસ અને સ્ટોરકિટ 2 માં પણ મહત્વના ફેરફારો કર્યા છે.
નવા ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ્સ
આ કોન્ફરન્સ દરમિયાન એપલે નવી 'ટાઇમ એલાઉન્સ' સુવિધા પણ રજૂ કરી છે. આ સુવિધા આવનારા iOS 27 અને iPadOS 27 અપડેટ્સ સાથે યુઝર્સ સુધી પહોંચાડવામાં આવશે. એપલ હવે ડેવલપર્સને આ ઉપયોગી સુવિધાને પોતાના પ્લેટફોર્મ સાથે જોડવાની મંજૂરી આપી રહ્યું છે, જે એક શાનદાર પેરેંટલ કંટ્રોલ ટૂલ સાબિત થશે.
AIની સૌથી મોટી કંપનીનો આવશે IPO!: 83 લાખ કરોડના મૂલ્યાંકન સાથે OpenAI માર્કેટમાં કરશે એન્ટ્રી
એપ સ્ટોર કનેક્ટમાં મોટો સુધારો
ટિમ કૂકની આગેવાની હેઠળની આ કંપનીએ એપ સ્ટોર કનેક્ટમાં નવા ટૂલ્સ ઉમેર્યા છે. હવે એપ પબ્લિશર્સ સામાન્ય સ્ક્રીનશૉટ્સ ઉપરાંત આકર્ષક ઈમેજીસ અને વીડિયો દ્વારા પોતાની એપ્સ અને ગેમ્સને રજૂ કરી શકશે. આ નવી વિગતો પ્રોડક્ટ પેજના હેડર અને સર્ચ રિઝલ્ટમાં જોવા મળશે. ડેવલપર્સ યુઝર્સ માટે એપ લાઇવ કરતા પહેલા જ અલગ-અલગ આઇફોન અને આઇપેડ મોડેલ્સ, વિવિધ ભાષાઓ, ડાર્ક મોડ, પોટ્રેટ અને લેન્ડસ્કેપમાં તે કેવી દેખાશે તેનું પ્રીવ્યૂ પણ જોઈ શકશે.
એસેટ લાઇબ્રેરીના શાનદાર ફાયદા
એપલે જણાવ્યું છે કે નવી 'એસેટ લાઇબ્રેરી' ડેવલપર્સના માર્કેટિંગ કામને ખૂબ જ ઝડપી બનાવશે. આ લાઇબ્રેરીમાં તમામ ક્રિએટિવ વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે. આનાથી ડેવલપર્સ પોતાની ઈમેજીસ, વીડિયો અને સ્ક્રીનશૉટ્સનો ઉપયોગ અન્ય પ્રોડક્ટ પેજ કે ઇન-એપ ઇવેન્ટ્સ માટે વારંવાર કરી શકશે, જેથી તેને ફરીથી અપલોડ કરવાની જરૂર નહીં પડે. આ સિવાય યુઝર્સ માટે તેમની રુચિ મુજબના પર્સનલાઇઝ્ડ કલેક્શન અને એપ્સ કેમ રિકમેન્ડ કરવામાં આવી રહી છે તે જાણવા માટે 'એપ નોટ્સ' પણ લાવવામાં આવશે.
16 જૂને ભારતમાં લોન્ચ થશે Redmi Turbo 5: 7560mAh બેટરી અને 50MP કેમેરા સાથે મળશે પાવરફૂલ પ્રોસેસર!
સબ્સ્ક્રિપ્શન અને ગેમિંગમાં નવીનતા
ગેમ ડેવલપર્સ માટે હવે 'ફીચ્યુરિંગ નોમિનેશન્સ' રજૂ કરવામાં આવ્યું છે, જેનાથી તેઓ ડિસ્કાઉન્ટ ઓફર્સ એપલની ટીમ સમક્ષ પ્રસ્તાવિત કરી શકશે. સ્ટોરકિટ 2 ની મદદથી ડેવલપર્સ હવે ઓર્ગેનાઇઝેશન કે યુઝર્સના ગ્રૂપને સબ્સ્ક્રિપ્શન ઓફર કરી શકશે. યુઝર્સ જો સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરે, તો તેમને રાખવા માટે 'રીટેન્શન મેસેજિંગ' ટૂલ પણ લાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, મેક એપ સ્ટોર પરથી હવે ઇન્ટેલ સપોર્ટ હટાવી લેવામાં આવ્યો છે અને પબ્લિશર્સ સીધા 'એપલ સિલિકોન-ઓન્લી બાયનરીઝ' મોકલી શકશે, જે એપ બનાવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.





