Home Education/Career Another Chance For 12th Pass To Get A Job In Railways Application Date Extended For 1036 Posts 299d6a1d 8ac2 4a2a B422 Eea01f1f1aba

હવે ભારતીય રેલ્વેમાં નોકરીનું સપનું થશે સાકાર! : 12 પાસ માટે ઉમેદવારો માટે ફરી મોટો ચાન્સ! 1036 પોસ્ટ માટે લંબાવાઈ અરજીની તારીખ

હવે ભારતીય રેલ્વેમાં નોકરીનું સપનું થશે સાકાર!
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 01:39 PM IST

Railway Jobs: જે લોકો ભારતીય રેલ્વેમાં નોકરીનું સપનું જોઈ રહ્યા છે તેમની પાસે બીજી તક છે. ખરેખર, રેલ્વેએ 1036 પોસ્ટ માટે અરજીઓ મંગાવી હતી, જેના માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. રેલવેના નવા અપડેટ બાદ હવે ઉમેદવારો 21મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે. જ્યારે, છેલ્લી ચુકવણીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રેલ્વેમાં પીજીટી, ટીજીટી, મુખ્ય કાયદા અધિકારી, સરકારી વકીલ, જુનિયર હિન્દી અનુવાદક, ગ્રંથપાલ અને પ્રાથમિક રેલ્વે શિક્ષકની ભરતી કરવામાં આવી છે.

તમે ક્યારે કરી શકો છો અરજી?

કુલ ખાલી જગ્યા- 1036
રજિસ્ટ્રેશનની શરૂઆત- 07/01/2025
રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ- 21/02/2025
ફીની છેલ્લી તારીખ- 22/02/2025
ફોર્મમાં સુધારા કરવાની છેલ્લી તારીખ - 24 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2025

લાયકાત શું માંગવામાં આવી?
રેલ્વેએ 1036 જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વિવિધ લાયકાત માંગી છે. ઉમેદવારોની લઘુત્તમ લાયકાત 12મું ધોરણ પાસ છે. આ સિવાય સંબંધિત વિષયમાં બેચલર, માસ્ટર્સ ડિગ્રી હોવી જરૂરી છે. જ્યારે, શિક્ષણમાં ભરતી માટે વ્યક્તિએ B.Ed, D.El.Ed અથવા TET પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. પાત્રતા સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટ https://www.rrbapply.gov.in/#/auth/landing ની મુલાકાત લઈ શકો છે.

કેટલી છે અરજીની ફી?
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ચૂકવી શકાય છે. વધુમાં સ્ટેજ Iની પરીક્ષા પછી જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોને 400 રૂપિયાનું રિફંડ આપવામાં આવશે. જ્યારે, SC અને ST કેટેગરીના ઉમેદવારોને 250 રૂપિયાનું રિફંડ મળશે.

અરજીની રીત?
જે ઉમેદવારો આ નોકરીઓ માટે અરજી કરવા માંગે છે તેઓએ પહેલા રેલ્વેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ. ત્યાં લેટેસ્ટ નોટિફિકેશન પર ક્લિક કરો. જે બાદ એક ફોર્મ ખુલશે. જરૂરી વ્યક્તિગત માહિતી, શિક્ષણ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો ભરો. બધા દસ્તાવેજો અપલોડ કર્યા પછી છેલ્લે પેમેન્ટનો ઓપ્શન દેખાશે. જેની ચૂકવણી કરી ફોર્મ સબમિટ કરી દો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now