Home Religion According To Vastu Why Clothes Should Not Be Dried Outside At Night Heres The Reason

વાસ્તુ ટિપ્સ : રાત્રે કેમ બહાર ન સુકવવા જોઈએ કપડાં, આ છે કારણ

વાસ્તુ ટિપ્સ
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2025, 04:30 PM IST

આપણે ઘણીવાર આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે, રાત્રે કપડાં બહાર ન સૂકવવા જોઈએ. આપણને એમ થતું હશે કે, વડીલો તો બોલ્યા કરે, પરંતુ એવું નથી. વડીલો જે વાત કહે છે, તેના પાછળ ચોક્કસ કારણ હોય છે.તે કહે છે કે રાત્રે કપડાં ન ધોવા જોઈએ. જો તમારે મજબૂરીને કારણે તેમને ધોવા પડે તો પણ, તમારે તેમને સૂકવવા માટે બહાર ફેલાવવા જોઈએ નહીં. તમારી દાદીનું આ કથન તમને થોડું વિચિત્ર લાગશે, પરંતુ તેની પાછળ શાસ્ત્ર અને વિજ્ઞાન બંને છુપાયેલા છે.

વાસ્તુમાં છે રહસ્ય
વાસ્તુ શાસ્ત્રના અનુસાર, રાતના સમયે વાતાવરણમાં નકારાત્મક ઊર્જા રહે છે. જેથી તમે જો સૂર્યાસ્ત પછી કપડાં સૂકવો છો તો, તેમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ શકે છે. જેના કારણે જે તે કપડાંને પહેરે છે તેને નુકસાન થઈ શકે છે. તેના વ્યવહારમાં ફેરફાર થઈ શકે છે અને તેમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.જો આપણે ધાર્મિક માન્યતાઓ વિશે વાત કરીએ તો, રાત્રિ દરમિયાન ચંદ્રનો પૃથ્વી પર પ્રભાવ પડે છે. આવી સ્થિતિમાં, બહાર સૂકવતા કપડાં પર ચાંદનીનો પ્રકાશ પડવાથી પરિવારને નકારાત્મક અસરોનો સામનો કરવો પડી શકે છે. રાત્રિના સમયે નાના બાળકોને બહાર લઈ જવા પણ નુકસાનકારક હોઈ શકે છે.

વિજ્ઞાન શું કહે છે?
જો તમે રાત્રે કપડાં ધુઓ છો તો, તે પુરી રીતે સુકાતા નથી. અને તેમાં ભીનાશ રહી જાય છે. જેના કારણે તેમાં ફંગસ અને બેક્ટેરિયાનો ખતરો વધી જાય છે. જેના કારણે તમને સ્કિન એલર્જી, ખરજવું, ધાધર થઈ શકે છે. રાત્રે કપડાં પર જંતુઓ અને પતંગિયા પણ બેસતા હોય છે. જેના કારણે સ્કિનમાં ઈન્ફેક્શન થઈ શકે છે. એટલે કપડા બહાર ન સૂકવવા જોઈએ


Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now