Home Religion A Special Coincidence Occurs At Mahakumbh On Mahashivratri Do This Ritual

મહાશિવરાત્રિ 2025 : મહાશિવરાત્રિએ મહાકુંભમાં બને છે ખાસ સંયોગ, કરો આ કામ

મહાશિવરાત્રિ 2025
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 08:15 AM IST

પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. 26મી ફેબ્રુઆરીએ તેનું સમાપન થઈ રહ્યું છે. તેમાં અત્યાર સુધી 3 અમૃત સ્નાન થઈ ચુક્યા છે. હવે બે શાહી સ્નાન બાકી છે. જે માઘ પૂર્ણિમા એટલે કે 12 ફેબ્રુઆરી અને મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીએ છે. હિંદૂ ધર્મમાં મહાશિવરાત્રિના પર્વને ખાસ રીતે મનાવવામાં આવે છે. હિંદૂ શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિ જ એ દિવસ હતો જ્યારે ભોળાનાથના માતા પાર્વતી સાથે વિવાહ થયા હતા.

આ વર્ષે ખાસ સંયોગ
આ વર્ષે, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિ 26 ફેબ્રુઆરીએ સવારે 11:08 વાગ્યે શરૂ થશે. આ તારીખ 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે અને તેનું વ્રત પણ તે જ દિવસે રાખવામાં આવશે. આ વખતે મહાશિવરાત્રીના દિવસે પ્રયાગરાજના મહાકુંભમાં શાહી સ્નાનનો ખાસ સંયોગ સર્જાઈ રહ્યો છે. આ કારણે, મહાશિવરાત્રીનો તહેવાર અનેક ગણો વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.

શિવરાત્રિ પર શું કરવું જોઈએ
શિવરાત્રિ પર બ્રહ્મમુહૂર્તમાં નદીમાં જઈને સ્નાન કરવું જોઈએ. જો એવું સંભવ ન હોય તો ઘરમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. પછી શિવરાત્રિના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. જે બાદ માટીનું શિવલિંગ બનાવો. શિવલિંગનો ગંગાજળ અને પંચામૃત ચડાવો. આ દિવસે પિતૃનું તર્પણ કરવું જોઈએ. રાત્રે ઘીનો દીવો પ્રગટાવીને ચાર પ્રહર સુધી પૂજન કરવું જોઈએ. પૂજાના સમયે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ચોખા, દૂધ, દહીં, ઘી, સાકરનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now