Home Education/Career 8000 Government Jobs Are Coming In Up Get Prepared Up Lekhpal Bharti

ખૂલશે સરકારી નોકરીનો ખજાનો! : આ રાજ્યમાં ખૂલશે 8000 સરકારી નોકરીનો પટારો! ફટાફટ કરી લો તૈયારી

ખૂલશે સરકારી નોકરીનો ખજાનો!
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2024, 12:37 PM IST

UP Lekhpal Vacancy 2025: યુપીમાં સરકારી નોકરી શોધી રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. યુપીના યુવાનો માટે નોકરીની એક નોટિફિકેશન જાહેર થનાર છે. ઉત્તર પ્રદેશમાં લેખપાલની 7994 ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. રેવન્યુ કાઉન્સિલે આ જગ્યાઓ ભરવા માટે ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન કમિશન (UPSSSC) ને ભરતી દરખાસ્ત (રિક્વિઝિશન) મોકલી છે. જેમાં તમામ વિભાગો અને જિલ્લાઓની ખાલી પડેલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ તમામ ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવા માટે પહેલાથી જ સૂચના આપી દીધી છે. એવી અપેક્ષા છે કે આ જગ્યાઓ માટે ભરતી આગામી વર્ષના પ્રથમ મહિનામાં જ હાથ ધરવામાં આવશે. થોડા મહિના પહેલા રાજ્ય સરકારમાં એકાઉન્ટન્ટની જગ્યા માટે ભરતી થઈ હતી.

લેખપાલની ભરતી માટે શું છે પસંદગી પ્રક્રિયા?
જે ઉમેદવારો PET (પ્રિલિમિનરી એલિજિબિલિટી ટેસ્ટ) લાયક છે તેઓ મુખ્ય પરીક્ષા માટે લાયક ગણાશે. મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. આખરી પસંદગી પામેલા ઉમેદવારોની મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તે મુજબ તેમને લેખપાલના પદ પર નિયુક્ત કરવામાં આવશે.

લેખપાલની ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફેકેશન
યુપી લેખપાલ ભરતી 2024 માટે અરજી કરવા માટે ઉમેદવારોએ નીચેના પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે:

શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારે 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. સાથે ઉમેદવારે UPSSSC PET (પ્રિલિમિનરી એલિજિબિલિટી ટેસ્ટ) પણ પાસ કરવી જરૂરી છે. ફક્ત PET સ્કોરના આધારે, ઉમેદવારોને લેખપાલની મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

ઉંમર મર્યાદા:
સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 40 વર્ષ સુધી હોઈ શકે છે. જ્યારે OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળી શકે છે, જ્યારે SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now