સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ખૂબ મહત્વ ધરાવે છે. આ શાસ્ત્રો અનુસાર, કેટલાક ખાસ સંકેતો સકારાત્મક ઊર્જા અને ધનપ્રાપ્તિના દ્વાર ખોલે છે. જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય, ત્યારે જીવનમાં દુઃખ દૂર થાય, ધન-અન્નના ભંડાર ભરાય અને સુખ-શાંતિ વધે. જો તમે પણ આ સંકેતો અનુભવો છો, તો સમજો કે નાણાકીય લાભ નજીક છે!
1. સવારે ગાયને રોટલી ખાતી જોવી
વાસ્તુશાસ્ત્ર મુજબ, સવારના સમયે ગાયને રોટલી ખવડાવતાં કે ખાતી જોવી અત્યંત શુભ છે. આ સંકેત જીવનનાં તમામ દુઃખો દૂર કરે છે અને સુખ તથા સંપત્તિમાં વૃદ્ધિ કરે છે.
2. ઘરમાં પોપટનું આગમન
જ્યોતિષ અને વાસ્તુ અનુસાર, ઘરે પોપટ આવે તો નાણાકીય સમસ્યાઓનો અંત આવે છે. આ સંકેત સંપત્તિમાં મોટો વધારો અને વ્યવસાયમાં સફળતા આપે છે.
3. સ્વપ્નમાં કમળનું ફૂલ જોવું
સ્વપ્નમાં કમળનું ફૂલ દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે. આનાથી ટૂંક સમયમાં સંપત્તિ પ્રાપ્ત થાય અને ઘરના ભંડાર ક્યારેય ખાલી ન થાય.
4. ઘરમાં ઘુવડનું આવવું
ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન હોવાથી તેનું આગમન શુભ છે. આ સંકેત નાણાકીય મુશ્કેલીઓ દૂર કરી, ધનલાભ તરફ દોરે છે. ઘુવડ ધૈર્ય, બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક પણ છે.
5. સવારે શંખનો નાદ સાંભળવો
સવારે શંખનો અવાજ સાંભળવો એ દેવી લક્ષ્મીના આશીર્વાદનો સંકેત છે. આનાથી આવકમાં વધારો થાય અને જીવનમાં સમૃદ્ધિ આવે.આ સંકેતો જો તમારી પાસે આવે, તો દેવી લક્ષ્મીની કૃપા સમજી, ધન્ય થાઓ!


















