Home Religion 27 December 2024 Friday Today Horoscope 12 Zodiac Signs Rashi Remedies Astro Upay

આજનું રાશિફળ : વર્ષનો અંત નજીક છે, ત્યારે જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ?

આજનું રાશિફળ
Published by: OBS Bureau
| Last Updated: Dec 27, 2024, 06:29 AM IST

દરરોજ ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરતા ગહો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું ગોચર ચોક્કસ સમયગાળામાં થાય છે. ગોચર કરતી વખતે, કોઈપણ ગ્રહ તેની ઉચ્ચ અથવા કમજોર રાશિમાં પ્રવેશ કરે છે. આગામી સમયમાં સંપત્તિ, કીર્તિ અને સુખનો કારક શુક્ર, ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરશે. મીન રાશિનો સ્વામી દેવગુરુ ગુરુ છે. મીન રાશિમાં શુક્રનું ગોચરથી ઘણી રાશિઓ માટે ફાયદાકારક રહેશે. આ ગોચરની તમારા જીવન પર કેવી અસર પડશે જાણી લો.

મેષ
આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહવાની જરૂરિયાત જણાય છે, કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. ઉપાય માટે સવારે તમારે શનિદેવના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. કૂતરાને ભોજન કરાવવું જોઈએ.

વૃષભ
આ રાશિના જાતકોની કેટલીક પારિવારિક જવાબદારીઓ પૂરી થશે. ધન, યશ અને કીર્તિમાં વધારો થશે. આર્થિક બાબતોમાં સુધારો થશે. વ્યવસાય અને અંગત કામ માટે આજનો દિવસ સારો રહેશે. સવારે કોઈ નાની છોકરીને સફેદ વસ્ત્રોનું દાન કરો અને શનિબીજ મંત્રનો જાપ કરો.

મિથુન
આ રાશિના જાતકોના શિક્ષણને લઈને કરેલા પ્રયાસો ફળદાયી રહેશે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે. માન-સન્માનમાં વધારો થશે. ઉપાય માટે ગાયને લીલો ચારો ખવડાવો. અથવા ઘાયલ ગાયની સારવાર કરવો.

કર્ક
મન બિનજરૂરી રીતે બેચેન રહેશે. ભાઈ-બહેનો તરફથી તણાવ રહેશે. પ્રવાસ ક્ષેત્રે સ્થિતિ સુખદ અને ઉત્સાહજનક રહેશે. નકારાત્મક વિચારોથી દૂર રહો. ઉપાય માટે સવારે કોઈ ગરીબ વ્યક્તિને દૂધ અથવા લોટનું દાન કરો, સાથે જ શનિબીજ મંત્રનો જાપ કરો.

સિંહ
આ રાશિના જાતકોના વ્યવસાયને લગતા પ્રયાસો ફળદાયી રહેશે. તમને સરકાર તરફથી સહયોગ મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. આજીવિકાના ક્ષેત્રમાં પણ પ્રગતિના યોગ છે, પરંતુ મન પરેશાન રહી શકે છે. ઉપાય માટે કૂતરાઓને ભોજન કરાવો વાંદરાઓને કેળા અથવા ગોળ ખવડાવો.

કન્યા
પારિવારિક સંબંધોમાં નિકટતા આવશે. આર્થિક બાબતોમાં સુધારો આવશે. તમને સરકાર તરફથી સહયોગ મળશે. લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. ઉપાય માટે સવારે ગાયને ચારો ખવડાવો અને કૂતરાને રોટલી આપો.

તુલા
ઘર પરિવારની કાર્યોમાં ભાગ લેશો. આત્મવિશ્વાસમાં વધરો થશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. સંબંધોમાં નિકટતા આવશે. તમે કોઈ ગરીબ વ્યક્તિને લોટ કે ચોખાનું દાન કરી શકો છો.

વૃશ્ચિક
સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીન ન બનો. તમે તમારા જીવનસાથી તરફથી તણાવ અનુભવી શકો છો. બૌદ્ધિક કૌશલ્યથી કરેલું કામ પૂરું થશે, નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું. ઉપાય માટે સવારે વાંદરાઓને કેળા, ગોળ અને ચણા ખવડાવો તો દિવસ સારો જશે. અથવા હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો.

ધનુ
બૌદ્ધિક કૌશલ્યથી કરેલા કાર્યો પુરા થશે. સંબંધોમાં નિકટતા આવશે. તમારી મહત્વકાંક્ષાઓ પૂર્ણ થશે, પરંતુ આત્મવિશ્વાસની કમી રહી શકે છે. ઉપાય માટે ગુરુના બીજ મંત્રનો જાપ કરવો અને ગાયની સેવા કરો.

મકર
તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો સંતાનની તરફથી ચિંતા રહેશે. સરકારી સહયોગ પ્રાપ્ત થશે. ન્યાયિક પ્રક્રિયાઓ માટે આજનો દિવસ શુભ છે. ઉપાય માટે શનિદેવના બીજ મંત્રનો જાપ કરો. સાંજે શનિ મંદિરમાં જઈને તેલનો દીવો પ્રગટાવો.

કુંભ
આજે ભાઈ-બહેન તરફથી સારા સમાચાર મળી શકે છે. સંબંધીઓના કારણે લાભ થઈ શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉપાય માટે સાંજે શનિ મંદિરમાં જઈને તેલનો દીવો પ્રગટાવો.

મીન
કોઈ સંબંધીના આગમનથી ઘરમાં વાતાવરણ ખુશનુમા રહેશે. શુભ કે સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લેવાનું થશે. સ્વાસ્થ્ય અને સંતાનોની ચિંતા રહી શકે છે. નાણાકીય જોખમ લેવાનું ટાળો. ઉપાય માટે ગાયને હળદર વાળી રોટલી ખવડાવો, અથવા જો સવારે કૂતરાને રોટલી ખવડાવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કાળી બિલાડી રસ્તો કાપે તો કેમ કહેવાય છે અશુભ?: શું ખરેખર આની પાછળ કોઈ સચોટ કારણ છેકે, ખાલી એમ જ બદનામ છે કાળી બિલાડી?

કાળી બિલાડી રસ્તો કાપે તો કેમ કહેવાય છે અશુભ?

સૂર્યની ઉચ્ચ સ્થિતિથી છલકાઈ જશે તિજોરી!: આ 5 રાશિવાળા ધડાધડ છાપશે નોટો! મળશે અણધાર્યું સક્સેસ, લવ અને મની!

સૂર્યની ઉચ્ચ સ્થિતિથી છલકાઈ જશે તિજોરી!

18 એપ્રિલે ખુલશે ધનના દ્વાર!: વૈભવ લક્ષ્મી રાજયોગથી આ ત્રણ રાશિવાળા જીવશે રાજસી જીવન! મળશે અપાર ધન-વૈભવ અને સફળતા!

18 એપ્રિલે ખુલશે ધનના દ્વાર!

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!: આ 4 રાશિવાળાના ખુલશે નસીબના બારણા! મળશે બિઝનેસ, જોબ અને લવ લાઇફમાં બમ્પર લાભ

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર: શુક્રના મેષમાં ગોચરથી ટૂંક જ સમયમાં આ પાંચ રાશિના જાતકોના જીવનમાં થશે જોરદાર જમાવટ

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર