Home Religion 10 Crore Devotees Going To Take A Holy Dip On Mauni Amavasya Today In Maha Kumbh 1efc83c7 17ee 4382 8a5a 79643eef1b1a

અમૃતસ્નાન માટે નહીં નીકળે શોભાયાત્રા : શ્રદ્ધાળુઓને CM યોગીની અપીલ

અમૃતસ્નાન માટે નહીં નીકળે શોભાયાત્રા
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2025, 02:21 PM IST

પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં અત્યાર સુધી 20 કરોડથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે. અને મૌન અમાવસ્ય હોવાથી અમૃત સ્નાન કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવી પહોંય્યા છે. દેશભરથી એવી અનેક ઘટનાઓ સામે આવી છે. જ્યાં ટ્રેનો હાઉસફૂલ થઈ ગઈ હોય અને લોકોને અંદર ના આવવા દેતા ટ્રેનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હોય તો બીજી તરફ પ્રયાગરાજમાં સંગમથી 15 કિલોમીટર દૂરથી નો વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે એ હદે માનવ મહેરામણ ઉમટ્યું હતું.જે પછી રાત્રિના લગભગ બે વાગ્યા બાદ નાસભાગ મચતા અફરાતફરી સર્જાઈ હતી.

લોકોએ શિસ્તતા જાળવવી પડશે: બાબા રામદેવ
યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું, 'આ એક દુઃખદ ઘટના છે. પ્રાર્થના કરી છે. સાંકેતિક અને શાંતિપૂર્ણ સ્નાન કરો. મહોતસ્વ તરીકે સ્નાન કર્યું નથી. લોકોએ શિસ્તબદ્ધ રહેવું પડશે.


અમૃતસ્નાની શોભાયાત્રા નહી કઢાય: સ્વામી અવધેશાનંદ ગિરી
જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ કહ્યું, 'અખાડા પરિષદે નિર્ણય લીધો છે કે અમે અમૃત સ્નાનની શોભાયાત્રા નહીં કાઢીએ. બેન્ડ સાથે નહીં ફરીએ. અમે સ્વતંત્ર સ્નાન કર્યું. લોકોને તકલીફ પડી રહી છે, તેથી અખાડાઓ દ્વારા આજનું અમૃતસ્નાન મોકૂફ રાખવામાં આવ્યું.

સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ના કરો: સીએમ યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભક્તોને અપીલ કરી છે. સીએમ યોગીએ કહ્યું છે કે જે ઘાટની નજીક માતા ગંગા સ્થિત છે તે ઘાટ પર સ્નાન કરવું જોઈએ અને સંગમ નાક તરફ જવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સ્નાન માટે અનેક સ્નાનઘાટ બનાવવામાં આવ્યા છે. સ્નાન ગમે ત્યાં કરી શકાય છે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો. વ્યવસ્થા કરવામાં સહકાર આપો. કોઈપણ અફવા પર ધ્યાન ન આપો.



વડાપ્રધાન મહાકુંભમાં નાસભાગની ઘટના પર નજર રાખી રહ્યાં છે. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે એક કલાકની અંદર બીજી વખત વાત કરી છે. પીએમ મોદીએ બીજી વાતચીતમાં ઘટનાક્રમની સમીક્ષા કરી અને તાત્કાલિક રાહત પગલાં લેવા હાકલ કરી.


Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now